દેશ-વિદેશ
News of Friday, 1st December 2017

ઈરાનમાં 6.0ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપના ઝટકા

નવી દિલ્હી: પૂર્વી ઈરાનમાં એક પછી એક એમ બીજીવાર ભૂકંપના આંચકા મહેસૂસૂ કરવામાં આવ્યા છે.અમેરિકી ભૂગર્ભ સર્વેક્ષણ એ જણાવ્યું કે કેરમાન શહેરની પાસે પહેલા 6.0ની તીવ્રતાના ભૂકંપના ઝાટકા આવ્યા હતા જેમાં કોઈ નુકશાનીની આશંકા જાણવામાં નથી આવી.લગભગ બે અઠવાડિયા પહેલાજ પાડોસી રાજ્ય ઇરાકમાં 7.3ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા જેને લઈને પશ્ચિમી કેરમાનશાહ પ્રાંતમાં 400થી વધુ લોકોના મોત નિપજ્યા હતા અને 3 લાખથી પણ વધુ લોકો ઘાયલ થયા હતા.

(7:28 pm IST)