News of Friday, 1st November 2019
ફિલીપીંસ: માર્ગ અકસ્માતમાં 19 લોકોના દર્દનાક મૃત્યુથી અરેરાટી: 22 ઈજાગ્રસ્ત
નવી દિલ્હી: ફિલીપીંસના અપાયો પ્રાંતમાં એક ટ્ર્ક પહાડ સાથે અથડાતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ઓછામાં ઓછા 19 લોકોના દર્દનાક મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે તેમજ આ ઘટનામાં અન્ય 22ને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.
પોલીસે આજ રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના ગુરુવારના રોજ સ્થાનિક સમયાનુસાર 9 વાગ્યાની આસપાસ સર્જાઈ હતી જયારે કોનર શહેરથી સરકારદ્વારા દાણા અને રોકડની સહાયતા લઈને આ ટ્રક ગામડામાં જઈ રહ્યો હતો. ટ્રક ખાડામાં પડી જતા 19લોકો મોતને ભેટ્યા છે તેમજ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
(6:17 pm IST)