દેશ-વિદેશ
News of Tuesday, 1st October 2019

ન્યુઝીલેન્ડમાં 5.3ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડના તટીય વિસ્તારમાં મંગળવારના રોજ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે યુરોપીય ભૂમધ્યસાગરીય  ભૂકંપ કેન્દ્ર મુજબ રિક્ટર પૈમાના પર તેમની તીવ્રતા  5.3ની આંકવામાં આવી છે. ભૂકંપના ઝટકા ગ્રીનવીચ મીન ટાઈમ  મુજબ પાંચ વાગ્યાને 16મિનિટની આસપાસ મહેસુસ કરવામાં આવ્યા છે. ભૂકંપનું કેન્દ્ર ન્યૂઝીલેન્ડના પૂર્વોત્તર શહેર ગિસ્બોર્નેથી 64કિલોમીટર દક્ષિણમાં જમીનની અંદરથી 20 કિલોમીટરની નીચે હતું ભૂકંપના જટકાના કારણોસર હજુ સુધી કોઈ પણ જાનહાનિના સમાચાર મળી રહ્યા નથી.

(6:39 pm IST)