દેશ-વિદેશ
News of Monday, 1st October 2018

પાકિસ્તાનના ઉચ્ચ અધિકારી કુવૈતી ડેલિગેટનું પર્સ ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા

 

પાકિસ્તાનમાં જોઇન્ટ સેક્રેટરી કક્ષાના અધિકારી ઝરાર હૈદર ખાન એક રાજદૂતનું વોલેટ ચોરતા પકડાયા છે. સીસીટીવી ફુટેજના વીડિયોમાં તેઓ ટેબલ પર પડેલું વોલેટ લઇને પોતાના કોટના પોકેટમાં નાખતા દેખાય છે.

   એક હેવાલ મુજબ વોલેટ કુવૈતના રાજદૂતનું હતું. તેમણે પોતાનું વોલેટ ગુમ થયું હોવાનું જણાવ્યા બાદ સીસીટીવી ફુટેજ તપાસવામાં આવતાં તેમાં ઝરાર હૈદર ખાન વોલેટ ચોરતા દેખાયા હતા

(11:13 pm IST)