દેશ-વિદેશ
News of Saturday, 1st August 2020

કોરોનાથી જય શકે છે શ્રવણ શક્તિ:સામે આવું નવું લક્ષણ

નવી દિલ્હી: કોરોના વાયરસના સંક્રમણના અત્યાર સુધીના અનેક લક્ષણો સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી નવા અને જૂના મળીને 11 લક્ષણો જાહેર કરાવામાં આવ્યા છે. કોરોના સતત રુપ બદલી રહ્યો છે. જેનાથી શરીરના અનેક અંગોને અસર થાય છે. એક અભ્યાસ મુજબ ફેફસા, કિડની, લિવર , દિલ અન્ય અંગોને અસર થાય છે. જ્યારે બ્રિટનના મૈનચેસ્ટરમાં થયેલા અધ્યયનમાં સામે આવ્યું છે કે કોરોનાથી શ્રવણ શક્તિને અસર પડે છે. બહેરાશ આવી શકે છે.

             એક અધ્યયનમાં કોરોનાથી સાંભળવાની ક્ષમતા ઘટી જાય છે. અધ્યયન મુજબ 8માંથી 1ની શ્રવણ શક્તિ ઘટી શકે છે. યૂનિવર્સિટી ઓફ મૈનચેસ્ટરના ઓડિયોલોજિસ્ટે 121 વયસ્ક સંક્રમિત દર્દીઓનું અધ્યયન કર્યુ હતુ. જેમાં આ તથ્ય સામે આવ્યુ હતુ. આ શોધ ઈન્ટરનેશનલ જર્નલ ઓફ ઓડિયોલોજીમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. અધ્યયન દરમિયાન સાંભળવાની શક્તિ વિશે પુછવામાં આવ્યું તો 121માંથી 16 લોકોએ હોસ્પિટલમાંથી ઘરે ગયા બાદ તેમની સાંભળવાની શક્તિ ઓછી થઈ હોવાનું જણાવ્યું હતું. જેમાં 8 લોકોની શ્રવણ શક્તિની હાલ બહું જ ખરાબ હતી. જ્યારે 8 ટિનીટસની સમસ્યા સામે આવી છે.

(5:10 pm IST)