દેશ-વિદેશ
News of Saturday, 1st August 2020

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે ઉલ્કાપિંડનો શાનદાર વિડીયો વાયરલ

નવી દિલ્હી:સોશિયલ મીડિયા પર ઉલ્કાપિંડનો એક શાનદાર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ન્યૂ મૈક્સિકોનાં તાઓસમાં બનેલી ઘટનાને સંગીતકાર એમ્બર કોફમેને પોતાના કેમેરામાં કેદ કરી હતી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. વીડિયોમાં દેખાય છે કે એક તેજસ્વી ચીજ સીધી આકાશમાંથી પૃથ્વી તરફ આગળ વધી રહી છે, તે દરમિયાન તે રાતનો સમય છે પરંતુ ઉલ્કાપિંડનાં પ્રકાશથી આકાશમાં અજવાળું થઇ જાય છે.એમ્બર કાફમેન તે નસીબદાર લોકોમાંનાં એક છે.

                 ઉલ્કાપિંડનાં વીડિયોને શેર કરતી વખતે તેણે ટ્વિટર પર લખ્યું, "મિત્રો, અમે અત્યાર સુધી પોતાના જીવનમાં દેખેલી ચીજોમાંથી એકને જોયેલ છે અને હુ તેને કેપ્ચર કરવામાં સફળ રહી.' એમ્બર કાફમેન દ્વારા શેર કરેલો વીડિયો હવે વાયરલ થયો છે.

(5:10 pm IST)