દેશ-વિદેશ
News of Saturday, 1st August 2020

ઓએમજી.....આ કારણોસર સાઉથ કોરિયામાં લોકોએ ઓવનમાં એક અરબથી પણ વધારે ડોલર સળગાવી દીધા

નવી દિલ્હી:કોરોના વાયરસના ડરના કારણોસર લોકો પોતાની જાતને બચાવવા માટે બધી પ્રકારનું રક્ષણ કરી રહ્યા છે. ચીનથી ફેલાયેલ કોરોના વાયરસના કારણોસર લોકોમાં ખુબજ ભયનો માહોલ ફેલાઈ ગયો છે. વચ્ચે સાઉથ કોરિયામાં લોકોએ એવું કામ કર્યું છે હાલમાં ચર્ચાનું કારણ બની ગયું છે.

                મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે નોટો પર સંક્ર્મણ  ઓછું કરવા માટે પહેલા તેને વોશિંગ મશીનમાં ધોઈને ફરીથી ઓવનમાં રાખીને તેને સુકવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જેના કારણોસર એક અરબ ડોલરથી પણ વધારે નોટો સંપૂર્ણ રીતે બળીને ખાખ થઇ ગઈ હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:07 pm IST)