આ છે દુનિયાની સૌથી મોંઘી શાકભાજી
નવી દિલ્હી: સામાન્ય વ્યક્તિના ખિસ્સા પર મોંઘવારીએ જોરદાર માર મારી છે. હમણાં હમણાં જરૂરી સેવાઓ અને સામાનથી માંડીને ખાદ્ય પદાર્થોના ભાવ ઝડપથી વધી રહ્યા છે. ફળ, શાકભાજી અને ઓઇલ (Oil) ના ભાવએ સામાન્ય વ્યક્તિનું બજેટ (Budget) બગાડી દીધું છે. ત્યારે આજે અમે તમને એક એવી શાકભાજી વિશે જણાવીશું, જેની કિંમત વિશે જાણીને તમારા હોંશ ઉડી જશે. આ શાકભાજીની કિંમતનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે આટલામાં તમે સોનાના ઘરેણા ખરીદી શકો છો. આજે અમે અહીં જે શાકભાજી (vegetable) ની વાત કરી રહ્યા છીએ, તેનું નામ છે હોપ શૂટ્સ. હોપ શૂટ્સ કોઇ સામાન્ય શાકભાજી (vegetable) નથી. જે બીજી શાકભાજી (vegetable) ઓની માફક શાક માર્કેટ અને અન્ય બજારમાં મળશે નહી. તેને ફક્ત ખાસ ઓર્ડરથી મંગાવી શકાય છે. બજારમાં એક કિલો હોપ શૂટ્સ (Hop shoots) ની કિંમત 80 હજાર રૂપિયાથી માંડીને 1 લાખ રૂપિયા સુધી છે. જી હાં, એક હોપ શૂટ્સ (Hop shoots) ની કિંમતમાં તમે 15 થી 20 ગ્રામ સોનાની જ્વેલરી ખરીદી શકો છો. એટલું જ નહી, એક કિલો હોપ શૂટ્સની કિંમતમાં તમે એક નવી મોટરસાઇકલ પણ ઘરે લાવી શકો છો.