દેશ-વિદેશ
News of Friday, 1st June 2018

મુંબઇગરાઓ જરૂર કરતાં ઓછી ઊંઘ લે છે

મુંબઇ તા.૧: પુરતી ઊંધ સ્‍વાસ્‍થ્‍ય માટે બહુ જરૂરી છે, પરંતુ મેટ્રેસ બનાવતી કંપનીએ લોકોની ઊંઘની કવોલિટી અને કલાકો બાબતે સર્વે કરીને તારવ્‍યું છેકે મુંબઇગરાઓને પુરતી ઊંધ નથી મળતી. એને કારણે તેઓ અધુરી ઊંધ પુરી કરવા માટે દિવસના કામના સમયે ઊંઘરેટાપણું ફીલ કરે છે. ૭૯ ટકા મુંબઇગરાઓ વીકમાં એકથી ત્રણ વાર કામના સ્‍થળે ઝપકી લઇ લે છે. વીકમાં ચારથી પાંચ વાર ઓફીસમાં ઝપકી મારનારા લોકોનું પ્રમાણ છ ટકા જેટલું છે. મુંબઇમાં ૧૭ ટકા લોકો અડધી રાત વીતી ગયા પછી ઊંધે છે. ૪૦ ટકા લોકો ૧૧ વાગ્‍યા પછી જ ઊંધે છે. ૧૮ વર્ષથી નાની વયના ૨૭ ટકા લોકો માત્ર ૬ કલાકજ ઊંધે છે.

(4:05 pm IST)