દેશ-વિદેશ
News of Friday, 1st June 2018

ગરમીમાં પાર્ટી માટે પહેરો આ સ્ટાઈલીશ શૂટ

છોકરીઓ મોટા ભાગે પોતાનો ડ્રેસ  અને પોતાની સ્ટાઈલ બધાથી અલગ રાખવા ઈચ્છે છે. અને જો વાત આવે ગરમીના દિવસોમાં ડ્રેસ પસંદ કરવાની, તો તે ખૂબ જ કમ્ફર્ટેબલ ડ્રેસ પસંદ કરે છે. પરંતુ, કયારેક એવુ થાય છે કે છોકરીઓ યોગ્ય ડ્રેસ પસંદ કરી શકતી નથી અને ખૂબ જ હેરાન-પરેશાન થઈ જાય છે. જો તમને પણ આ વાતથી હેરાન છો તો હવે હેરાન થવાની જરૂર નથી. તમે આવા ડ્રેસની પસંદગી કરી શકો છો, જે તમને અન્યથી અલગ અને સ્ટાઈલીશ લુક આપશે.

. ઉનાળામાં એક મોટા અને ખુલતા ટોપ પસંદ કરવા જોઈએ. જે ગરમીમાં તમને આરામ આપે, ગરમીમાં ફીટના બદલે મોટા અને લૂઝ પેન્ટ પહેરવા જોઈએ. તેનાથી ચાલવામાં સરળતા રહે. આ ઉપરાંત આછા રંગોની પસંદગી કરો, બટનવાળા શર્ટ જેવા કલાસીક ટોપનો ઉપયોગ કરવો.

. તમે ઈચ્છો તો ગરમીના આ દિવસોમાં બેલ સ્લીવવાળા ટોપ પહેરો તે તમને અલગ  લુક આપશે અને જો લાલ રંગનું ટોપ પસંદ કરો તો તે તમારી સુંદરતાને ચાર ચાંદ લગાવી દેશે. તમે ઈચ્છો તો હાઈ-લો શીયર મેકસી ટોપ પણ પહેરી શકો છો. તેનાથી તમે સ્ટાઈલીશ તો દેખાશો પણ ગરમીમાં કર્મ્ફટેબલ પણ ફીલ કરશો. આ ઉપરાંત તમે કોલેજ અથવા ફ્રેન્ડ સાથે હેન્ગઆઉટ કરતી વખતે ફુલ સ્લીવ શીયર ટોપ પહેરી શકો છો. તમે પાર્ટીમાં પણ પહેરીને જઈ શકો છો. આ ટોપ તમને કલાસીક લુક આપશે.

(10:37 am IST)