દેશ-વિદેશ
News of Friday, 1st June 2018

દુનિયાની આ હેરાન કરનારી વાતોથી અજાણ હશો આપ...

જીવનમાં આપણી આસપાસ દરરોજ કંઈક અલગ અને કંઈક નવુ બને છે. તેમાં ઘણી વાતોથી લોકો અજાણ જ રહે છે. ખાસ કરીને તેમાં એવી પણ ઘણી વાતો છે જે જાણ્યા બાદ લોકોને હેરાન કરી દે છે. જો જાણો આવી જ કેટલીક વાતો વિશે.

 એ વાત તો આપણે બધા જાણીએ છીએ કે જન્મ બાદ બાળકનો વિકાસ એક ઉંમર સુધી જ થાય છે. પરંતુ, શું તમે જાણો છો કે આંખોની સાઈઝ કયારેય વધતી નથી.

 કુતરા પાળવા મોટા ભાગના લોકોને ગમતુ હોય છે. પરંતુ, પ્રેમથી કયારેય કેતરાને ચોકલેટ ખાવા ન આપવી. ચોકલેટમાં થિયોબ્રોમાઈન હોય છે. જે તેના પાચનતંત્ર માટે સારૂ નથી.

 શાહમૃગ સૌથી મોટુ પક્ષી છે. પરંતુ, શું તમે જાણો છો કે જેટલુ મોટુ તેનુ શરીર છે એટલુ જ નાનુ તેનુ મગજ હોય છે. એટલુ જ નહીં શાહમૃગની આંખ પણ તેના મગજથી મોટી હોય છે.

 તમને જાણીને નવાઈ લાગશે કે હાથી એકમાત્ર એવુ પ્રાણી છે જે કયારેય કૂદી નથી શકતુ.

(10:37 am IST)