દેશ-વિદેશ
News of Saturday, 1st May 2021

ફાઇઝરને 12થી 15 વર્ષના બાળકો માટે યુરોપમાં માંગવામાં આવી મંજૂરી

નવી દિલ્હી: ફાઈઝર યુરોપીય સંઘના દવા નિયામકોને 12 થી 15 વર્ષની વયના બાળકો માટે કોરોના વાયરસની મંજુરી આપવાની અપીલ કરી છે. જેથી યુરોપનાં યુવા અને ઓછા જોખમવાળી વસ્તી સુધી કોરોના વેકિસન પહોંચાડી શકાય. બન્ને કંપનીઓએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે યુરોપીયન મેડીસીન એજન્સીને એમણે જે અરજી આપી છે તેમા 2000 થી વધારે કિશારો પર આ ટેસ્ટીંગ હાઈટેક પદ્ધતિથી કરાઈ છે. જેમાં વેકિસન સુરક્ષીત અને અસરકારક જોવા મળી છે.જે કિશોરો પર વેકિસનની ટ્રાયલ થઈ છે. તેમના પર આગામી બે વર્ષ સુધી નજર પણ રાખવામાં આવશે કે કયાંય તેમની પર વેકિસનની ખોટી અસર તો નથી થઈને? આ પહેલ ફાઈઝર અને બાયો એનટેકે પહેલા અનુરોધ કર્યો હતો કે યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના ઈમરજન્સી ઉપયોગની મંજુરી 12-15 વર્ષના બાળકો માટે આપવામાં આવે.જર્મનીનાં સ્વાસ્થ્ય મંત્રી જેસ સ્પાહને આ ખબરને આવકારી હતી કે રસીને કિશોરો માટે મંજુરી મળી શકે છે ફાઈઝર અને બાયો એનટેક દ્વારા બનાવાયેલી કોવીડ 19 રસી પહેલી રસી હતી. કે જેને ગત ડીસેમ્બરમાં ઈએમએ દ્વારા લીલીઝંડી બતાવાઈ હતી.

(5:23 pm IST)