દેશ-વિદેશ
News of Saturday, 1st May 2021

કોવીડમાંથી સાજા થયા પછી પણ દર્દીઓમાં જોવા મળે છે તેના લક્ષણો: બ્રિટિશમાં એક સર્વે

નવી દિલ્હી: કોરોનાના મોટા ભાગના દર્દીઓમાં હળવા લક્ષણો હોય છે જે હોમ આઈસોલેશનમાં સાજા થઈ રહ્યા છે. કેટલાક લોકોમાં લાંબા સમય સુધી કોરોનાના લક્ષણો રહી જાય છે અને કોરોનામાંથી સાજા થયા બાદ પણ તેમના મૃત્યુનું જોખમ રહેલું છે. બ્રિટિશ પત્રિકા 'નેચર'માં છપાયેલા એક અભ્યાસમાં આવો દાવો કરવામાં આવ્યો છે. તે સિવાય CDC દ્વારા કરવામાં આવી રહેલા અન્ય એક અભ્યાસમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કોવિડ-19ના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓમાં કેટલાક મહિના બાદ પણ નવા લક્ષણો જણાઈ રહ્યા છે.

        નેચરમાં છપાયેલા આ અભ્યાસ માટે સંશોધકોએ ડેટાબેઝમાંથી 87,000 કરતા વધારે દર્દીઓ અને આશરે 50 લાખ સામાન્ય દર્દીઓની તપાસ કરી હતી. અભ્યાસ પ્રમાણે કોરોનાથી સંક્રમિત ન હોય તેમની તુલનાએ કોવિડ-19ના દર્દીઓમાં સંક્રમણ બાદ 6 મહિના સુધી મૃત્યુનું જોખમ 59 ટકાથી પણ વધારે હતું.

(5:23 pm IST)