દેશ-વિદેશ
News of Saturday, 1st April 2023

કેનેડાથી ગેરકાયદે અમેરિકામાં ઘુસવાનો પ્રયાસ કરતા બે પરિવારના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ

નવી દિલ્હી: કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે સેન્ટ લોરેન્સ નદીમાં ડૂબી ગયેલા 8 લોકોમાં એક ભારતીય પરિવારના સભ્યોનો પણ સમાવેશ થાય છે. અહેવાલ અનુસાર  કેનેડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન ગુરુવારે બપોરે ક્વિબેકના એક કાદવવાળા વિસ્તારમાંથી 6 મૃતદેહ મળી આવ્યા હતા. અને આજે વધુ બે મૃતદેહો મળી આવ્યા છે. જેમાં એક નવજાત બાળક અને બીજો અને એક ભારતીય મહિલાનો મૃતદેહ હોઈ શકે છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મૃતકોમાં 4 ભારતીય નાગરિક છે અને બાકીના રોમાનિયન મૂળના કેનેડિયન નાગરિક છે જેઓ અમેરિકાની સરહદમાં ગેરકાયદે રીતે ઘૂસણખોરીના પ્રયાસો કરી રહ્યા હતા. અગાઉ અકવેસ્ને મોહૌક પોલીસ સર્વિસના ડેપ્યુટી ચીફ લી-એન ઓ'બ્રાયને એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે જે 6 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા જેમાં તેઓ બે પરિવારના સભ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. એક રોમાનિયન મૂળનો છે અને બીજો છે ભારતીય મૂળનો. રોમાનિયન પરિવારનું માસૂમ બાળક હજુ સુધી મળ્યું નહોતું પણ હવે તેની સાથે સાથે એક ભારતીય મહિલાનો પણ મૃતદેહ મળી આવ્યો છે. 

(7:04 pm IST)