દેશ-વિદેશ
News of Wednesday, 1st April 2020

ઈટલીની લગ્જરી કાર બનાવનાર કંપની લેમ્બોર્ગીની પણ બનાવશે માસ્ક અને પ્રોટેક્ટિવ સૂટ

નવી દિલ્હી:ઈટલીની લગ્જરી કાર બનાવનાર કંપની પણ હવે કોરોનાથી બચવા માટે માસ્ક અને પ્રોટેક્ટિવ સૂટ બનાવવા જઈ રહી છે. કંપનીએ પોતાના એક યુનિટમાં થોડાક મશીનોને બદલી લીધા છે જેના પર હવે વસ્તુઓ ઉપ્તાદન કરવામાં આવશે

         લેમ્બોર્ગીનીના ચેયરમેન અને સીઈઓ સ્ટેફાનો ડોમોનીસીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે માસ્ક  અને પ્રોટેક્ટિવ સૂટ બની ગયા પછી તેમને બ્લૉગના સેંટ સોલા માલપિધી હોસ્પિટલમાં પહોંચાડી દેવામાં આવશે જોન્સ હોપકિન્સ યુનિવર્સીટીના કહેવા અનુસાર કોરોના વાયર્સસથી અત્યારસુધીમાં લગભગ 110800લોકો સંક્રમિત થયા છે તેમજ 13400થી વધુ લોકોના મૃત્યુ નિપજ્યા છે.

(6:00 pm IST)