દેશ-વિદેશ
News of Wednesday, 1st April 2020

આ પઝલવીરે બનાવ્યું ૬ ફુટ ૭ ઇંચનું રૂબિક કયુબ

લંડન તા. ૧ : ઇંગ્લેન્ડના સલ્ફોકના એક પઝલ ગેમ્સના ચાહક અને ભૂતપૂર્વ આર્ડિયોલોજિસ્ટ ૫૪ વર્ષના ટોની ફિશરે ૬ ફુટ ૭ ઇંચનો રૂબિક કયુબ બનાવીને ગિનેસ વર્લ રેકોડ્સમાં વિક્રમ નોંધાવ્યો છે. ટોનીને ૧૯૮૦ના દાયકાથી રુબિક કયુબ બનાવવાનો શોખ જાગ્યો અને એ શોખ સતત વધતો ગયો.

ગયા નવેમ્બરમાં પ્લાસ્ટિક પાઇપ્સ અને રિઇન્ફોર્સ્ડ બોકસનો ૧૬૦ કિલોનો રૂબિક કયુબ બનાવતાં ટોનીને ૩૩૦ કલાક લાગ્યા હતા. ૨૦૧૬માં પાંચ ફુટ ૧ ઇંચનો રૂબિક કયુબ બનાવીને ટોનીએ વિશ્વવિક્રમ સ્થાપ્યો હતો. જોકે ત્યાર પછીનાં ત્રણ વર્ષમાં એ વિક્રમ બે વખત તૂટયો હતો એથી ટોની ફિશરે ફરી નવો વિશ્વવિક્રમ સ્થાપવા માટે તાજેતરમાં વધુ એક રૂબિક કયુબ બનાવ્યો હતો.

ટોનીને બાળપણમાં ગિનેસ બુકમાં વિક્રમ નોંધાવવાની ઘણી ઘેલછા હતી. એ વખતે ટોની સૌથી ઝડપી દોડવીર બનવાનો અથવા સૌથી ઊંચો પહાડ ચડવાનો વિક્રમ નોંધાવવા ઈચ્છતો હતો. તેની એ ઇચ્છા પચાસેક વર્ષની ઉંમરે પૂરી થઈ, પરંતુ સાવ જુદા ક્ષેત્રમાં.

(10:33 am IST)