દેશ-વિદેશ
News of Monday, 1st March 2021

ઇટાલીમાંથી ર હજાર વર્ષ પ્રાચીન ઉત્સવનો રથ મળ્યો

રોમ : ઇટાલીના પોમ્પઇ શહેરમાં પુરાતત્વ વિશેષજ્ઞોને બે હજાર વર્ષ જુના સેરેમોનિયલ (ઉત્સવ સંબંધી) રથ મળ્યા છે. જેમાં ચાર પૈડા લાગ્યા છે નેપલ્સની ખાડીમાં કરાયેલ આ ખોજ ખુબ જ અહમ માનવામાં આવી રહી છે. રથ સંપૂર્ણ રીતે સંરક્ષીત છે તેની સાથે લોખંડના ઉપકરણ પણ મળેલ.

રથ ઉપર કાંસાની સજાવટ છે તેને પ્રાચીન પોમ્પઇના ઉતરમાં સિવિતા ગિઉલીયાનાના પ્રાચીન વિલાના ઘોડાના તબેલા પાસે શોધવામાં આવેલા. ઇટાલીના સાંસ્કૃતિ મંત્રાલય મુજબ આ ખોજ અદ્વીતીય અધ્યાયનું પ્રતિનિધિત્વ કરે છે. ઇટાલીના ઇતિહાસમાં આવી ખોજ પહેલા નથી થઇ.

તેનેપહેલો લોખંડનો રથ ગણાવાયો છે. ૭ જાન્યઅુારીએ બે માળના બરામદામાંથી કાઢવામાં આવેલ. પુરાતત્વવિદો મુજબ અત્યાર સુધીની ખોજમાં સવારી અને સામાન લઇ જતી ગાડીઓ મળતી રહી છે. આ પહેલીવાર છે જયારે હજારો વર્ષ જુનો અનુષ્ઠાનિક વાહન મળ્યું છે.

૯મી સદીમાં જવાળામુખી માઉંટ વેસુવિયસના વિસ્ફોટ બાદ પોમ્પઇમાં બધુ તારાજ થયેલ. આ રથએ સમયનો માનવામાં આવે છે આ છત અને દિવાલો પડવાથી વચ્ચે દબાઇ ગયેલ. આ રથ લૂટારૂઓની નજરથી બચી રહેલ. રથને કોઇ નુકશાન પણ પહોંચાડાયેલું નથી.

(4:29 pm IST)