News of Saturday, 1st February 2020
ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં હમાસની જગ્યા પર કર્યો હવાઈ હુમલો
નવી દિલ્હી: ઇઝરાયલની વાયુ સેનાએ ગાઝા પટ્ટીમાં હમાસની જગ્યા પર હવાઈ હુમલો કર્યો છે ઇઝરાયલી વાયુ સેનાદ્વારા આ વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.વાયુ સેનાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ વાતની જાણકારી આપી છે કે ગાઝાથી આજ ઇઝરાયલી સીમમાં રોકેટ,મોટર તથા વિસ્ફોટ છોડવામાં આવ્યા હતા.
આ હુમલાના વળતા જવાબમાં લડાકુ વિમાનોએ ગાઝામાં હમાસના આતંકવાદીઓને નિશાન બનાવ્યા હતા.સેનાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ગાઝા પટ્ટીની તરફથી ઇઝરાયલની સીમમાં થનાર હુમલા માટે હમાસ જવાબદાર છે.
(5:45 pm IST)