ભાવિ પત્નીની ચિટીંગને ઉઘાડી પાડવા મુરતિયાએ ચાલુ લગ્નમાં જ તેની સેકસ-ટેપ પ્રોજેકટર પર બતાવી
બીજીંગ તા.૧: હિન્દી ફિલ્મ 'ઇશ્ક'માં યુવાન પ્રેમીઓનો સંબંધ તોડવા માટે એક યુવકના પિતાએ અને પછી એ પ્રેમી યુગલના મિત્રોએ કાવતરૃં ઉઘાડું પાવડા માટે સમારંભ વચ્ચે ફોટોગ્રાફસનો સ્લાઇડ શો બતાવવાના પ્રસંગો છે. ખરેખર અકલ્પનીય લાગે એવી આ સાચી ઘટના ચીનના ફુજિયાન પ્રાંતમાં બની હતી. લગ્ન સમારંભ વચ્ચે મોટા સ્ક્રીન પર વિડિયો-એપ વડે કન્યાના તેના બનેવી સાથેની અંતરંગ પળોનો પાંચ મિનિટનો વિડિયો ચાલુ કરી દેવામાં આવ્યો હતો.
સોશ્યલ મીડિયા પર પ્રસારિત કિલપ્સમાં નવપરિણીત યુગલ મંચ પર આવ્યા પછી એક એન્કર-પર્સન કહે છે, 'હવે આપણે નવાં પરણેલાં યુવક-યુવતીના બાળપણથી તેમના ઉછેરની ગતિવિધિઓની ફિલ્મ જોઇએ.' શરૂઆતમાં સર્વસામાન્ય વિગતો થોડા વખત સુધી દર્શાવવામાં આવ્યા પછી અચાનક નગ્નશરીરો અને રતિક્રીડાનાં દૃશ્યો સ્ક્રીન પર આવવા માંડ્યા. એમાં સ્ત્રીદેહ પર નવોઢા યુવતીનો ચહેરો હતો.યુવકે જાહેરમાં કહ્યું 'તને એમ લાગ્યું કે મને કાંઇ ખબર નથી, એમ!'
કહેવાની જરૂરનથી કે થોડા કલાકમાં જ તેમના છૂટાછેડા થઇ ગયા.