દેશ-વિદેશ
News of Tuesday, 1st January 2019

યુએઇમાં ભારતીય શખ્સે સ્વાસ્થ્ય સમસ્યાઓ ને લઇ આત્મહત્યા કરી

સંયુકત અરબ અમીરાત(યુએઇ) મા એકાઉન્ટન્ટના હોદા પર કામ કરી રહેલ ભારતીય શખ્સ રિનોજ રવેંદ્રન(૩પ) એ ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી. સામાજીક કાર્યકર્તા પ્રસાદશ્રીઘરન એ જણાવેલ કે  કેરળના રહેવાસી રિનોજના ફોનમાંથી સુસાઇડ નોટ મળી છે. જેમા એમણે લખ્યુ છે કે તે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે આત્મહત્યા કરી રહેલ છે.

(10:17 pm IST)