News of Monday, 1st January 2018
સર્વાઇકલ કેન્સરની સારવારમાં બ્લુબેરીનો રસ ઉપયોગી
નવી દિલ્હી તા.૧: સર્વાઇકલ કેન્સરમાં રેડિયેશનની થેરપી લેતા લોકો જ્યારે બ્લુબેરીનો રસ પીએ છે ત્યારે એ તેમને સારવાર દરમ્યાન ઉપયોગી થાય છે એમ અમેરિકામાં મસૂરીની એક યુનિવર્સિટીના અભ્યાસમાં જાણવા મળ્યું છે. રેડિયેશન થેરપી વખતે શરીરના કોષ મરી જતા હોય છે જેને કારણે વાળ ખરીદ પડે છે અને અકાળે વૃદ્ધત્વ દેખાય છે, પણ બ્લુબેરીનો રસ કોષને બચાવે છે. એ રેડિયો-સેન્સિટિવ છે. વળી બ્લુબેરીમાં ફલેવોનોઇડ્સ હોય છે જે એન્ટિ-ઓકિસડન્ટ છે. આમ તે કેન્સરના દર્દીને ઉપયોગી નીવડે છે.
(9:55 am IST)