Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

અમેરિકામાં કોવીડ-19માં રાહત પેટે બે હજાર ડોલરના ચેક આપવાની યોજનાને સેનેટમાં ફગાવી દેવામાં આવી

નવી દિલ્હી: કોવિડ-૧૯ રાહત પેટે અમેરિકનોને બબ્બે હજાર ડોલરના ચેક આપવાની પ્રમુખ ટ્રમ્પની યોજનાને સેનેટમાં રિપબ્લીકનોએ ફગાવી હતી. અમેરિકનોની ખરીદ શક્તિ વધારવી કે વ્હાઇટ હાઉસના ઓર્ડરને ફગાવવા તે માટે ડેમોક્રેટ્સ અને થોડા રિપબ્લીકનોએ દરખાસ્ત મૂકી હતી, પરંતુ તેને પાસ થવા દીધી નહતી.જો કે સેનેટ પર દબાણ વધતા સેનેેટના બહુમતી નેતા મિચ મેકકોલેન દ્વારા ઊભા કરાયેલો અવરોધ ટકશે નહીં.

ટ્રમ્પ ઇચ્છે છે કે રિપબ્લીકનોના બહુમતી વાળા ગૃહમાં વ્હાઇટ હાઉસના જાહેરનામાનો સ્વીકાર થાય અને લાખો અમેરિકનોને ૬૦૦ ડોલરને બદલે બે હજાર ડોલર મળે.જ્યોર્જિયામાં પાંચમી જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીના ઉમેદવારો સહિત બે સેનેટરોની સાથે રિપબ્લીકનોની સંખ્યા વધતી જાય છે. પરંતુ સૌથી જુના પક્ષના મોટા ભાગના સેનેટરો વધુ ડોલર મળે એવું ઇચ્છતા નથી.

(5:10 pm IST)