Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

પૂર્વ સીરિયામાં બસ પર થયેલ હુમલામાં ઓછામાં ઓછા 28 લોકોના મૃત્યુથી અરેરાટી

નવી દિલ્હી: પૂર્વ સીરિયામાં બસ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 28 લોકોનાં મૃત્યુ થયાં છે, અહેવાલો પ્રમાણે મૃતકોમાં મોટાભાગના સૈનિક છે. સીરિયાના સ્ટેટ મીડિયાનું કહેવું છે કે બસને બુધવારે દેર અલ-ઝૂર પ્રાંતમાં નિશાન બનાવવામાં આવી હતી, જેમાં 'નાગરિકો' માર્યા ગયા હતા. જોકે બીજા સ્રોતો અને મૉનિટરિંગ ગ્રૂપ પ્રમાણે બસમાં સૈનિકો સવાર હતા.

ઘટના બાદ તાત્કાલિક કોઈએ હુમલાની જવાબદારી લીધી નથી. યુકેમાં સ્થિત સીરિયન ઑબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સ (SOHR) હુમલા માટે ઇસ્લામિક સ્ટેટ (IS)ને જવાબદાર ગણાવે છે અને કહે છે કે 37 લોકોનાં મૃત્યુ થયાં છે. સૂત્રોને ટાંકતાં SOHR કહ્યું, "હુમલો પૂર્વાયોજિત હતો, જેમાં સરકારતરફી લશ્કરો અને સૈનિકોની ત્રણ બસ આઈએસના નિશાન પર હતી."

(5:09 pm IST)