Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

ઇઝરાયલ માટે જાસૂસી કરનાર અમેરિકી અધિકારીને 35 વર્ષ પછી જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા

નવી દિલ્હી: ઈઝરાયેલ માટે જાસૂસી કરનારા અમેરિકી અધિકારી જોનાથન પોલાર્ડને ૩૫ વર્ષની કેદ પછી અમેરિકાએ મુક્ત કર્યા હતા. ઇઝરાયેલા માટે જાસૂસી કરતા હોવાથી પોલાર્ડ પોતાના પત્ની સાથે અમેરિકા છોડી ઇઝરાયેલ પહોંચ્યા હતા. અમેરિકામાં ઝિરો સાબિત થયેલા પોલાર્ડ ઈઝરાયેલ માટે હિરો છે, કેમ કે અમેરિકી નૌકાદળના અનેક ગુપ્ત દસ્તાવેજો તેમણે ઈઝરાયેલને પુરા પાડયા હતા. માટે ઈઝરાયેલના એરપોર્ટ પર સ્વાગત કરવા ખુદ વડાપ્રધાન નેતન્યાહુ હાજર રહ્યા હતા અને ઈઝરાયેલી આઈકાર્ડ આપ્યું હતું.

૧૯૮૫માં જોનાથન માહિતીની હેરાફેરી કરતા પકડાઈ ગયા હતા. અમેરિકાએ ત્યારે તેમને ૩૫ વર્ષની સજા ફટકારી હતી. સજા હવે પુરી થઈ હતી. શરૃઆતમાં ઇઝરાયેલે જોનાથન પોતાના જાસૂસ હોવાનો ઈન્કાર કર્યો હતો. પણ ૧૯૯૫માં તેમને ઇઝરાયેલની નાગરિકતા આપી હતી અને એજન્ટ હોવાનો પણ એકરાર કર્યો હતો. ૨૦૧૫માં નેતન્યાહુએ તેમને માફી આપવા અમેરિકાને વિનંતી કરી હતી, જે અમેરિકાએે સ્વીકારી હતી. ગયા મહિને અમેરિકાએ તેમને પેરોલ પર મુક્ત કર્યા હતા.

(5:09 pm IST)