Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

નવા સંશોધનમાં થયો ખુલાસો

મહિલાઓને સંપૂણે સંતુષ્ટ માટે પુરૃષના અંગની સાઇઝ કેટલી હોવી જોઇએ

લંડન,તા. ૩૧:લિંગ અથવા શિશ્નને લઈને પુરૃષોના મનમાં તો અનેક સવાલો હોય જ છે, કે આખરે પેનિસની સાઈઝ યુવતીઓ માટે કેટલી મહત્વની હોય છે. શું દરેક પેનિસ ઈરેકટ દરમિયાન એક જ લંબાઈના હોય છે. લિંગનો આકાર કેવી રીતે વધારી શકાય છે. આવી અનેક શંકાઓનું સમાધાન સેકસોલોજિસ્ટ તર્કપૂર્ણ રીતે આપે છે. ત્યારે આવો જાણીએ એકસપર્ટના જણાવ્યા અનુસાર ફિમેલ પાર્ટનરને સંતુષ્ટિ આપવા માટે લિંગની સાઈઝ કેટલી હોવી જોઈએ.

દરેક લોકો માને છે કે, પેનિસની સાઈઝને પુરૃષોની મર્દાનગી સાથે જોડી દેવામાં આવે છે. જો કે, વાસ્તવમાં આ વસ્તુ જરાયે માન્ય રાખતી નથી. આખરે તો સેકસુઅલ એકસીપીરિયંસની સંતુષ્ટિ જ મહત્વની હોય છે. સેકસપર્ટ મહિન્દ્ર વત્સ જણાવે છે કે, તમારા લિંગની ભલે કોઈ પણ સાઈઝ હોય, તે એવુ જ બરાબર છે. એટલા માટે જરાં પણ ટેન્શન લેવાની જરૃર નથી. સૌથી વધારે ધ્યાન ફોર પ્લે પર આપો. આપના પાર્ટનરને સંતુષ્ટિ આપવામાં ખૂબ મદદ મળશે.

એક એવો પણ સવાલ છે કે, પેનિસ ઈરેકશન દરમિયાન એક જ લંબાઈનું હોય છે, ભલે શિથિલ હોવાના સમયે ગમે તેટલી સાઈઝ હોય. તેનો જવાબ એ છે કે, એક શિથિલ લિંગની સરેરાશ સાઈઝ લગભગ ૩.૫ જેટલી હોય છે. જયાર ઈરેકશન વખતે સરેરાશ લંબાઈ લગભગ પાંચ ઈંચ હોય છે.

એક રિસર્ચમાં આ વિષયના નિષ્ણાંતોની ટીમે ૧૮થી૬૫ વર્ષની ૭૫ મહિલાઓને શામેલ કરી અને તેમની સામે પેનિસના ૩૩ થ્રી-ડી મોડલ રાખ્યા. આ તમામ મોડલ અલગ અલગ સાઈઝના હતા. પરિણામ મુજબ જોઈએ તો, સંતુષ્ટિ માટે મોટી ભાગની મહિલાઓએ લિંગની સાઈઝ ૬.૩ બતાવી હતી, આ આધારે નિષ્ણાંતોએ ૬.૩ ઈંચની સાઈઝને પર્ફેકટ માની છે.

જો કોઈ પુરૃષના પેનિસની સાઈઝ ૬.૩ અથવા ૬.૪ ઈંચ નથી, તો તેને ચિંતા કરવાની જરાયે જરૃર નથી. તેના લિંગની સરેરાશ સાઈઝ ૫.૨ હોય તો પણ કાફી છે. તેનું કારણ એ છે કે, આ સંશોધન દક્ષિણ એશિયાઈ મહિલાઓ પર નહોતું થયું. જણાવી દઈએ કે, ઉત્ત્।ર અમેરિકાની મહિલાઓ તેમાં સામેલ હતી.

(10:28 am IST)