Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

ચીને ફરી બાળકોની સલામતીને લઈને બનાવ્યો નવો યુનિફોર્મ

નવી દિલ્હી: ટેક્નોલોજીના મામલે ચીન દુનિયામાં સૌથી આગળ દેશ છે આ દેશમાં એક પછી એક એવી વસ્તુ બનાવવામાં આવે છે જેના વિષે  જાણીને સહુ કોઈને અચરજ લાગે આ દેશે હાલમાં જ એક એવી વસ્તુ બનાવી છે જેના વિષે જાણીને સહુ કોઈને અચરજ લાગશે  મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ચીનના ગુઈજોઉં ગુઆનયુ ટેક્નોલોજીએ શાળાના બાળકો માટે એક સ્માર્ટ યુનિફોર્મ બનાવ્યો છે  અને આ યુનિફોર્મની ખાસિયત એ છે કે તેમાં એક એવી ચિપ લગાવવામાં આવી છે જે બાળકોની દરેક ગતિવિધિઓ પર નજર રાખે છે. આ ચીપની કિંમત 17 પાઉંડ એટલે કે અંદાજે 1500 રૂપિયા જેટલી છે અને તે ચિપ શાળાના ગેટ પર લાગેલ આર્ટિફિશિયલ ઇંટેલીજેંસ સિસ્ટમ સાથે સંચાલિત હોય છે.

(5:19 pm IST)