Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

અમેરિકાના નેપલ્સના ફિઝીશ્યન અેલોયસિસ બિલિઅસે નવુ કેલેન્ડર પ્રસ્‍તાવિત કર્યું અને તેમાં વર્ષના પહેલા દિવસેન ૧ જાન્‍યુઆરી જાહેર કરાયો

ડિસેમ્બર મહિનો અડધો પૂરો થતાની સાથે જ લોકો નવા વર્ષના સેલિબ્રેશનની તૈયારીઓમાં લાગી જાય છે. દરેક લોકો અલગ-અલગ રીતે ન્યૂ યરને સેલિબ્રેટ કરે છે. કેટલાક લોકો ઘર પર તો કેટલાક લોકો પાર્ટી યોજે છે. તો કેટલાક લોકો ફરવા જાય છે. પરંતુ પહેલા પહેલી જાન્યુઆરીએ નવું વર્ષ નહોતું ઉજવાતું. કેલેન્ડર બદલાયા બાદ પહેલી જાન્યુઆરીએ ન્યૂ યર સેલિબ્રેટ કરવાની પ્રથા શરૂ થઇ.

10 મહિનાઓવાળું હતું કેલેન્ડર

એક જાન્યુઆરીએ શરૂ થનારા કેલેન્ડરને ગ્રિગોરિયન કેલેન્ડર તરીકે ઓળખાય છે. જેની શરૂઆત 15 ઓક્ટોબર 1582માં થઇ હતી. આ કેલેન્ડરની શરૂઆત ખ્રિસ્તીઓએ ક્રિસમસના કારણે કરી હતી. ગ્રિગોરિયન કેલેન્ડર પહેલા 10 મહિનાઓવાળું રશિયાનું જૂલિયન કેલેન્ડર પ્રચલનમાં હતું. અને આ કેલેન્ડરમાં ક્રિસમસની તારીખ એક દિવસે નહોતી આવતી.

આ રીતે બદલાયું કેલેન્ડર

અમેરિકાના નેપલ્સના ફિઝીશિયન એલોયસિસ લિલિઅસે એક નવું કેલેન્ડર પ્રસ્તાવિત કર્યું. જે બાદ રશિયાએ પણ કેલેન્ડરને રાજકીય આદેશથી સ્વીકારી લીધું અને તેને અધિકૃત રીતે લાગુ કરાયું. આ કેલેન્ડરમાં પહેલો દિવસ એક જાન્યુઆરી છે. જે હિસાબથી નવું વર્ષ પહેલી જાન્યુઆરીએ ઉજવાય છે.

(4:35 pm IST)