Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

મહુવામાં લાલ ડુંગળીની 15 હજાર કટ્ટાની આવક

આવકના વધતા દબાણ વચ્ચે બજારમાં લેવાલીના આધારે ભાવની વધઘટ નિર્ભર

   ફોટો onion

રાજકોટ તા:19 ડુંગળીના ભાવમાં નરમાઇનો માહોલ જોવાઈ રહયો છે સૌરાષ્ટ્રના ડુંગળીના સૌથી મોટા મથક મહુવામાં ડુંગળીની જબરીયા આવકને કારણે ભાવમાં દબાણ જોવાઈ રહયું છે મહુવામાં 15000 કટ્ટાની આવકો થઇ હતી જેમાં લાલ ડુંગળીની 15 હજાર કટ્ટાની આવક થઇ હતી ભાવ 75 થી 210 વચ્ચે જોવાયા હતા જયારે સફેદ ડુંગળીની 800 કટ્ટા જેવી આવક નોંધાઈ હતી અને ભાવ 80 થી 196 સુધીના બોલાતા હતા

   વેપારીઓના જણાવ્યા મુજબ હાલમાં ડુંગળીની જબરી આવકને કારણે ભાવમાં દબાણ જોવાઈ રહયું છે આગળ જતા બજારમાં લેવાલીના આધારે ભાવની વધઘટ નિર્ભર રહેશે બજારમાં લેવાલી નીકળશે તો ભાવને ટેકો મળી શકે છે નહીંતર આવકના દબાણે ભાવમાં નરમાઇનો માહોલ જોવા મળશે

(4:57 pm IST)