Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ઘઉં બજારમાં મજબૂતાઈનો માહોલ : બિયારણ બરના ભાવમાં ઝડપી તેજી

રાજકોટ તા:19 ઘઉં બજારમાં મજબૂતાઈનો માહોલ જોવાઈ રહયો છે સરકારી ગોડાઉનમાં ભરપૂર સ્ટોક પડ્યો છે પરંતુ ખુલ્લા બજારમાં ઘઉં ઓછા હોવાથી ભાવને ટેકો  જાણકારો કહે છે બિયારણ બરમાં ઝડપી તેજી જોવાઈ રહી છે ઘઉંની સારી ક્વોલિટીમાં ભાવ 500ની સપાટીને પાર પહોંચ્યા છે

  રાજકોટમાં ઘઉંની 400ગુણીની આવક હતી અને મિલબર ક્વોલિટીના 399ના ભાવ બોલાતા હતા જયારે એવરેજ ઘઉંના ભાવ 425થી 330 સુધી બોલાતા હતા ભાવમાં મજબૂતાઈ માટે બિયારણ બરના ઘઉંની ઓછી આવક અને સારી ક્વોલિટીના ઘઉંની અછત હોવાનું મનાય છે

(4:55 pm IST)