Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

મધ્યપ્રદેશમાં ભાવાંતર યોજના અંતર્ગત સોયાબીન અને મકાઈનું બમણું વેચાણ

   ફોટો soyaben

રાજકોટ તા:19 મધ્યપ્રદેશમાં ભાવાંતર ભુગતાન યોજના અંતર્ગત ખેડૂતોએ ગયા વર્ષની તુલનાએ સોયાબીન અને મકાઈનું બમણું વેચાણ કર્યું છે સરકારી આંકડા મુજબ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 10,7 લાખ ટન સોયાબીન અને મકાઈનું વેચાણ થયું છે જે ગતવર્ષે આ સમયગાળામાં 5,72 લાખ ટન થયું હતું

  રાજ્યમાં ખેડૂતોએ સોયાબીનનું 7,41,925 ટન અને મકાઈનું 3,27,183 ટનનું વેચાણ કર્યું છે જે ગતવર્ષે ક્રમશ 4,86,305 ટન અને 86,183 ટનનું વેચાણ કર્યું હતું અત્રે ઉલેલ્ખનીય છે કે મધ્યપ્રદેશમાં સોયાબીનના ભાવ પ્રતિ કવીન્ટલ 3050 છે જે ટેકાના ભાવ 3399 કરતા ઓછા છે મકાઈના 1700ની સામે બજાર ભાવ 1425 ચાલે છે

 

(4:53 pm IST)