Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ચોખાની આયાતમાં નાઇઝીરીયાની આગેકૂચ

વિશ્વમાં ચીન બાદ સૌથી વધુ આયાત કરનાર બીજો દેશ બનશે

અબુજા : નાઈજિરિયામાં ચોખાની આયાત ૧૩ ટકા વધીને ૩૪ લાખ મેટ્રિક ટન થવાની શક્યતા છે.યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચર મુજબ નાઈજિરિયા વૈશ્વિકમાં ચીન પછી સૌથી વધારે ચોખાની આયાત કરતો દેશ બનશે ર૦૧૯માં નાઈજિરિયા અને ઈજિપ્ત બલ્કમાં ચોખાની આયાત કરવાની તૈયારી કરી રહ્યા છે.

  જોકે ફોરેન કરન્સીને બચાવવા માટે નાઈજિરિયાની સરકાર ચોખાની આયાત ઉપર પ્રતિબંધ લગાવવાનું વિચારી રહી છે ર૦૧રથી ગત વર્ષ સુધીમાં ચોખાનું ઉત્પાદન પ૦ ટકા વધીને ૩૭ લાખ ટન થયુ છે. જ્યારે ર૦૧૭-૧૮માં ડોમેસ્ટિક માગ ચાર ટકા વધીને ૬૭ લાખ ટન થઈ છે.

 ગત વર્ષે નાયજિરિયામાં ચોખાના ઉત્પાદન ઘટાડો થયો ચાલુ વર્ષે વર્ષે જરૃરિયાત જેટલો વરસાદ પડયો નથી જેના કારણે લગભગ ર૦,૦૦૦ હેક્ટરમાં ચોખાનું વાવેતર થયું નથી યુએસડીએ મુજબ વૈશ્વિક સ્તરે ચોખાનો વપરાશ ર૩ લાખ ટન આંકવામાં આવે છે. જ્યારે વૈશ્વિક સ્તરે એન્ડિંગ સ્ટોક ૧૬૩૦ લાખ ટન સુધી પહોંચવાની શક્યતા છે.

(4:52 pm IST)