Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

થાઈલેન્ડની ગુફામાં ફસાયેલાં બાળકોને બચાવનારડાઇવરે એલન મસ્ક સામે બદનક્ષીનો કેસ કર્યો

બ્રિટીશ મરજીવા (ડાઇવર) વર્નોન અનસ્વોર્થે ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના સીઇઓ એલન મસ્ક વિરુદ્ધ 75,000 ડોલરનો બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે. વર્નોનનું કહેવું છે કે એલન મસ્કે કોઇ પણ જાતના પુરાવા વગર મારા વિરુદ્ધ આરોપ મૂકયા હતા. મને બાળકોનું યૌનશોષણ કરનાર ગણાવ્યો હતો. વર્નોન અનસ્વોર્થે થાઇલેન્ડની ગુફામાં ફસાયેલ 12 બાળકોને બચાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

(6:07 pm IST)