Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

આ બાળકો માત્ર 2 મહિના જ જીવે છે

નવી દિલ્હી:અમેરિકામાં સીનસીનાટી શહેરમાં એક નાના બાળક માટે છેલ્લા ઘણા દિવસોથી ક્રિસમસની તૈયારી ચાલી રહી છે. ૨૫ ડીસેમ્બરને હજુ ઘણી વાર છે તેમ છતાં અહીના લોકો ક્રિસમસ ટ્રી લગાવવામાં વ્યસ્ત છે. ૨ વર્ષના એક કેન્સર પીડિત દીકરાને ખુશ કરવા માટે આ તૈયારી કરવામાં આવી રહી છે.

બ્રોડી એલનને કેન્સર છે અને ડોક્ટરોના કહેવા પ્રમાણે તેનજોડે ઘણો ઓછો સમય છે. હાલ એલનની સારવાર બંધ થઇ ગઈ છે તેની પાસે માત્ર હવે એક મહિનાનો જ સમય છે આથી તેના પરિવારે તેની સાથે ખુશી મનાવવા માટેનું વિચાર્યું છે.૨ વર્ષના માસુમ દીકરા મારે ૨૩ સપ્ટેમ્બરના રોજ ક્રિસમસની પરેડ પણ નીકળવામાં આવશે.

(5:11 pm IST)