Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

અમેરિકામાં ભારતીયની વોટ્સએપ અને ફેસબુક દ્વારા ઇમિગ્રેશન ફ્રોડની કબુલાત

ન્યૂયોર્ક તા. ૧૯ : એક ભારતીય નાગરિકે અમેરિકન વિઝા મેળવવા ઇચ્છતા લોકો સમક્ષ પોતાની જાતને યુએસ ઇમિગ્રેશન સર્વિસના કર્મચારી દર્શાવી ફેસબુક અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અનેક લોકોને છેતર્યા હોવાનો ગુનો કબુલ્યો હતો. કાયદેસરનો કાયમી નિવાસ ૫૧ વર્ષનો કંવર સરબજીતસિંહ યુએસ ઇમિગ્રેશન એન્ડ નેચરલાઇઝેશન સર્વિસ કામગીરી કરનાર વિભાગના હોમલેન્ડ સિકયોરિટી ડિપાર્ટમેન્ટનો કર્મચારી ગણાવતો અને ત્રણથી ચાર હજાર ડોલર લઇને યુએસ વિઝા અપાવી દેશે તેઓ ભરોસો આપતો હતો.

સિંહે વાયર ફ્રોડ અને નકલી ફેડરલ ઓફિસર બનવાનો ગુનો કબૂલ્યો હતો અને હવે ૧૪ ડીસેમ્બરે સજા સંભળાવવામાં આવશે. જેમાં મહત્તમ ૨૦ વર્ષની જેલ થઇ શકે છે. સ્કીમના ભાગરૂપે સિંહે હોમલેન્ડ સિકયોરિટીના અધિકારી હોવાનો નકલી ફોટો મૂકી ઓળખના દસ્તાવેજો બનાવ્યા હતા. પોતે વિઝા ઇમિગ્રેશનના દસ્તાવેજો મેળવી આપવામાં સક્ષમ છે તેવું દર્શાવવા આ જ ફોટાનો ઉપયોગ કરી લોોકને મોકલતો. તેના મેલનો જવાબ આપનાર વ્યકિતઓને ત્યારપછી પાસપોર્ટનો ફોટો, પાસપોર્ટની નકલો અને અન્ય દસ્તાવેજો મોકલવા સુચના આપતો હતો. ઉપરાંત વાયર ટ્રાન્સફર દ્વારા અથવા તો ઓવરનાઇટ ડિલીવરી સીસ્ટમ્સની પૈસા મોકલવા સુચના આપતો હતો. દસ્તાવેજો અને ફી મેળવ્યા પછી જાણે નવી દિલ્હીની યુએસ એમ્બેસીમાંથી પત્રો મોકલાય છે. તેવો શો પણ કરતો.

(4:12 pm IST)