Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ફટાફટ વજન ઉતારવાનો કિમીયો શું?

આપણે વારંવાર એવું સાંભળીએજ છીએ કે ધીમે ધીમે ઘટતુ વજન લાંબો સમય ટકે છે. વધારાનું વજન ઘટાડવા માટે આપી લાઇફ સ્ટાઇલમાં જરૂરી ફેરફાર કરવાના પ્રયત્નો કરીએ જ છીએ.

પણ આ બધુ આપણે આવતા મહીને જ શરૂ કરવા માગતા હોઇએ છીએ. કારણકે આ મહીને આપણે મિત્રના લગ્ન અનેબીજા એવા જ કોઇનેકોઇ  પ્રસંગેો હોઇ છે તો આપણે ઝડપથી બે અડી કીલો વજન ઓછું કરવા માટેનો સરસ રસ્તો શું છે ?

યુસીએલ એ મેડીકલ સેન્ટરના સીીનીયર કલીનીકલ ડાયેટીશ્યન દાના હ્યુન્સનું કહેવું છે કે નમક ઓછુ કરો, સરેરાશ અમેરીકન દિવસ દરમ્યાન ોગભગ ૪૦૦૦ મી.ગ્રા. સોડીયમ ખાય છે. ખોરાકમાં સોડીયમ માં કાપ મુકવાથી તમારા વજનમાં તાત્કાલીક ઘટાડો થઇ શકશે. આમ કરવા માટે તમારે પેકેજ ફુડ રોકવાની જરૂર છેે કારણ તેમાં ભરપુર ીોડીયમ હોય છે. હયુન્સનું કહે છે કે દિવસ દરમ્યાન ૧૫૦૦ મી.ગ્રા. થી ઓછુ સોડીયમ ખરેખર ફાયદો કરે છે, પણ આ ઘટાડાની સાથે તાજો ખોરાક લેવાય તો તે વધારે ફાયદાકારક છે.

આ ઉપરાંત પ્રોસેસ્ડ કાર્બોહાયડ્ેટસ જેવા કે ્રેડ, પાસતા, ફ્રુટ જયુસ, પેકેજડ સ્નેકસ અથવા કેઝાર્ટ ફુડસ જેમાં હાઇડ્રોલીક મોલેકયુલ્સ હોય છે અને તેને પાણી બહુ ગમેછે. તેના લીધે તમારી કીડનીમાંથી તમારા શરીરને પાણી મળવું મુશ્કેલ બને છે.

ખોરાકમાંથી પ્રોસેસ કાર્બન્સ અને સોડીયમ ઓછુ થશે તો તમારૂ વજન ઘટશે અને તે પણ શરીરના મધ્ય ભાગમાંથી જે લોકોને પણ નજરમાં આવશે.

સાથે જ તેમણે બે અગત્યની ચેતવણી પણ આપી છે કે જો તમે સંર્પર્ણ સ્વસ્થ ન હો  તો તમારા ઓરાકમાં ફેરફાર કરતા પહેલા ડોકટરની સલાહ અવશ્ય લેવી. બીજુ કે જો તમે વધારે પડતી કસરત વજન ઘટાડવા માટે. કરતા હો તો કસરત દરમ્યાન પરસેવો વળે છે અને તેમાં ઘણું બધુ મીઠુ શરીર ગુમાવે છે, જો શરીરમાંથી મીઠુ વધારે પડતું ઓછું થાય તો હાયપોનેટ્રેમીઆ નામનો રોગ થઇ શકે છે.

 જોકે હાયપોનેટ્રેમીયા થવાનું જોખમ ઓછું હોય છે છતાં પણ જયારે તમે કલાકો સુધી કસરત કરતા હો ઘણું બધુ પાણી પીતા હો અને ખોરાકમાં મીઠું ઓછુ લેતા હો ત્યારે સાવધ રહેવું જરશૂરી છે. (ટાઇમ હેલ્થમાંથી સાભાર)

(4:11 pm IST)