Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

તમે ચાને વારંવાર ગરમ કરીને પીવો છો?

કેટલાક લોકોની આદત હોય છે કે તે  એકવાર વધારે ચા બનાવી લે છે અને આખો દિવસ તે જ ચા પીવે છે. તમે કામના ભારણથી ફ્રેશ થવા માટે બહાર ચા પીવા જાવ છો. તે ચા વાળો તમારી સામે તમને ચા બનાવી આપે તો ઠીક છે, પણ જો તે થરમોશમાં ભરેલી ચા તમને આપે છે તો તમારે એ ચા ન પીવી જોઈએ. કારણ કે આપણે શું ખબર કે એ ચા ક્‍યારની બનેલી હોય.

ઘરમાં કેટલાક લોકોને આદત હોય છે કે તે સવારે ચા બનાવીને કીટલી ભરીને રાખી દે છે. ત્‍યારબાદ તેને કેટલીયવાર ગરમ કરીને પીવે છે. વારંવાર ગરમ કરીને પીવાથી તે અસ્‍વસ્‍થ થઈ જાય છે.

ચાને બીજીવાર ગરમ કરીને પીવાથી  સ્‍વાસ્‍થ્‍યને નુકશાન થાય છે. ચાની ભુકીને વધારે ગરમ ન કરવી જોઈએ. જો તમે સામાન્‍ય ચા પી રહ્યા છો તો પણ ચા પાકી ગયા બાદ તેમાં ચાની ભુકી નાખો અને એક ઉફાણો આવ્‍યા બાદ તેને ઉતારી લો. વારંવાર ઉફાણા લેવા અને તે ચા પીવી એ  શરીર માટે ઝહેર બરાબર છે.

બ્‍લેક-ટી પીવી એ અમુક હદ સુધી જ ફાયદાકારક હોય છે. જેવી રીતે દૂધમાં ચાની ભૂકી નાખીએ છીએ કે તરત ચામાં રહેલ એન્‍ટી-ઓક્‍સિડેન્‍ટ દૂર થઈ જાય છે. તેનાથી તમારા શરીરની રોગપ્રતિકારક ક્ષમતા ઓછી થઈ જાય છે. એનર્જી રહેતી નથી અને તમે થાક મહેસૂસ કરો છો.

ચાને બીજીવાર ગરમ કરીને પીવાથી પેટ પર ખરાબ અસર પડે છે. તમે એસીડીટીનો શિકાર થઈ જાવ છો અને તમારા આંતરડા નબળા થવા લાગે છે. તેથી ે વાતનું ધ્‍યાન રાખવુ ખૂબ જ જરૂરી છે કે ચાને વારંવાર ગરમ કરીને ન પીવી જોઈએ.

(11:07 am IST)