Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

આખરે 70 વર્ષ બાદ ઇઝરાયેલ યહૂદી રાષ્ટ્ર જાહેર : અરબી ભાષાનો સત્તાવાર દરજ્જો હટાવાયો

અવિભાજીત યેરુશલેમને ઈઝરાયલની રાજધાની જાહેર કરાઈ

ઈઝરાયલની સંસદ નેસેટે વિવાદીત જ્યૂસ નેશન બિલને કાયદાકીય દરજ્જો આપ્યો છે. ઈઝરાયલના ફરીથી અસ્તિત્વમાં આવ્યાના 70 વર્ષ બાદ તેને યહુદી રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવ્યું છે.સાથે અરબી ભાષાને ઈઝરાયલની સત્તાવાર ભાષાનો દરજ્જો હટાવવામાં આવ્યો છે.તેમજ અવિભાજીત યેરુશલેમને ઈઝરાયલની રાજધાની જાહેર કરવામાં આવી છે.

  ઈઝરાયલની સંસદમાં જાહેર કરવામાં આવેલા ખરડાને દેશહિતમાં લેવામાં આવેલો નિર્ણ જણાવવામાં આવ્યો છે. ઈઝરાયલની રચના 1948માં યહુદીઓની ધરતી તરીકે કરવામાં આવી હતી. ત્યારે દુનિયાભરના યહુદીઓને પેલેસ્ટાઈન પાછા ફરીને પોતાની ખુદની જમીન પર હક વ્યક્ત કરવાની હાકલ કરવામાં આવી હતી. ઈઝરાયલના અરબી સાંસદોએ પસાર થયેલા નવા બિલનો વિરોધ કર્યો છે.

   ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આને એક ઐતિહાસિક પ્રસંગ ગણાવ્યો છે. નેતન્યાહૂની સરકાર દક્ષિણપંથી છે. તેમણે કહ્યુ છે કે ઈઝરાયલ ઐતિહાસિકપણે યહુદીઓનું નિવાસસ્થાન છે. માત્ર યહુદીઓને ઈજરાયલમાં રાષ્ટ્રીયતાનો અધિકાર મળવો જોઈએ.

  બિલને ઈઝરાયની સંસદમાં પારીત થવામાં આઠ કલાક લાગ્યા હતા. બિલની તરફેણમાં 62 અને વિપક્ષમાં 55 સાંસદોએ વોટિંગ કર્યું હતું. ઈઝરાયલની કુલ વસ્તી નેવું લાખ છે અને તેમાં વીસ ટકા એટલે કે 18 લાખ આરબ લોકો વસવાટ કરે છે.

(11:17 pm IST)