Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

રાતે ૯ વાગ્યા પહેલા જમી લેશો તો સ્તન અને પ્રોસ્ટેટના કેન્સરનુ જોખમ ઘટી જશે

નવિ દિલ્હી તા.૧૯ : રાતનું જમવાનુ નવ વાગ્યે કે પથારીમાં સૂવા જવાના સમયના બે કલાક પહેલા પૂ રું કરનારાઓમાં સ્તન કે પ્રોસ્ટેટના  કેન્સરનું જોખમ ઓછુ રહેતુ હોવાનુ ઈન્ટરનેશનલ  જર્નલ ઓફ કેન્સરમાં પ્રકાશિત એક અભ્યાસમાં નો઼ધવામાં આવ્યુ છે.

અભ્યાસમાં રાતે દસ વાગ્યા પછી જમતા અને જમ્યા પછી તરત પથારીમાં સૂવા જતા લોકોની સરખામણીમાં રાતે નવ વાગ્યે જની લીધા પછી પથારીમાં સૂવા જવા માટે બે કલાક પછી  જતા લોકોમાં  સ્તન અને પરેસ્ટેટના કેન્સરની શકયતા ઓછી જણાઇ હતી.

પ્રોસ્ટેટના કેન્સરની ૬૨૧ અને સ્તનોના  કેન્સરના ૧૨૦૫ કેસો તેમ જે ૮૭૨ પુરૂષો  અને ૧૩૨૧ સ્ત્રીઓના અભ્યાસમાં ઉપરોકત બાબત સહભાગી વ્યકિતઓને જમવાના સમય, ઉંઘ વિશે ની આદતો અને રોજિંદી ઘટમાળ વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. વ્યકિતગત રીતે સવારની કે સાંજની પ્રવૃતિઓની પસંદગી બાબતે માહિતી માંગવામાં આવી હતી.

કેન્સર ટાળવા માટેની ભલામણો અને આહારવિહારની આદતો વિશેની પ્રશ્નો ના ઉત્તરો અભ્યાસમાં સામેલ વ્યકિતઓએ  આપ્યા હતા. સંશોધકોએ કેન્સરના દરદીઓમાં મોટાભાગે રાતે મોડા જમવાની આદતની નોંધ લીધી હતી. નાઇટ શીફટમાં વધારે કામકાજ, દિનચર્યાના ચક્ર અને સમતુલા ખોરવાઇ જતી હોય કે શારીરિક ક્રિયાઓના સમયચક્રમાં ફેરફારો થતા હોય એવા લોકોમાં સ્તન અને પ્રોસ્ટેટનું કેન્સર વિશેષ પ્રમાણમાં નોંધાયુ હતુ. લાંબા વખત સુધી મોડી રાતે નાસ્તો કરવાની આદતની અસર નાઇટ શીફટમાં કામ અને દિનચર્યામાં અનિયમિતતા જેવી જ થતી હોવાનું સંશોધનમાં નોંધવામાં આવ્યુ હતુ.

(4:13 pm IST)