Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

પ્લાન્ટસને ખાતર નાખવાની જરૂર નહી પડે, સ્વયં એ તૈયાર કરશે

નવી દિલ્હી તા. ૧૯ : ટુંક સમયમાં એવા પ્લાન્ટસ તૈયાર કરવામાં આવશે જે પોતાના માટે ખાતર તૈયાર કરશે એમ અમેરિકા સ્થિત ભારતીય મૂળના સંશોધકે  જણાવ્યુ છે. આ સંશોધકે એક એવા બેકટરિયા  વિકસાવ્યા છે જે દિવસે ઓકિસજનનો અને રાત્રે નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે.  આ પ્લાન્ટ ફોટોસિન્થેસિસ માટે કલોરોફિલ તૈયાર કરવા વાતાવરણના નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે.

આ સંશોધનને પગલે  પર્યાવરણને નુકશાન પહોચાડતા કેટલાક કે પછી બધા જ માનવસર્જિત  ખાતરનો વપરાશ બંધ થશે. સંશોધકનુ કહેવુ છે કે ખાતર બનાવવાના કાર્યમાં વધુ ઉર્જાનો ઉપયોગ થાય છે તેમ જ આ પ્રક્રિયામાં ગ્રીનહાઉસ ગેસ પેદા થાય છે. , પર્યાવરણમાં  થતા ફેરફારમાં અતિમહત્વનો ભાગ ભજવે છે.

ખાતર એ વાસ્તવમાં  પ્લાન્ટને નાઇટ્રોજનની પૂર્તિ કરનારુ એજન્ટ છે, જેનો ઉપયોગ પ્લાન્ટસ ફોટોસિન્થેસિસની  પ્રક્રિયા માટે કલોરોફિલ તૈયાર કરવામાં કરે છે.  પરંતુ  બજારમાં ઉપલબ્ધ ખાતરમાંથી  પ્લાન્ટસ માત્ર ૪૦ ટકા નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે.

પ્લાન્ટસને ખાતર આપ્યા બાદની પણ એક સમસ્યા છે. આ ખાતર વરસાદમાં ધોવાઇને નદી, ઝરણાં, તળાવ કે ખાડીમાં  વહી જાય છે. એ ઉપરાંત ખાતરને કારણે શેવાળ ઉગી નીકે છે. આ શેવાળ અમર્યાદ વધે છે અને સુર્યપ્રકાશને  અવરોધે છે. આને કારણે  પ્લાન્ટસના  વિકાસ અને નીચે પોતાની જીવસુષ્ટિ પર અસર થાય છે.

જો કે વાતાવરણમાં લગભગ ૭૮ ટકા નાઇટ્રોજન છે, જેનો ઉપયોગ કરી પ્લાન્ટસ જીવી શકે છે. લેબમાં આવા બેકટેરિયા વિકસાવવામાં આવી રહ્યા છે. જે વાતાવરણમાંથી નાઇટ્રોજન ખેંચી પ્લાન્ટસને પહોચાડશે.

(4:11 pm IST)