Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

કામ પર થોડી મિનિટ પણ મોડા આવનારને પાણીચું આપશે ટેસ્લા

ન્યુયોર્ક તા. ૧૯: અમેરિકાના ઇન્ટેલિજન્ટ બિઝનેસમેન એલન મસ્કની કંપની ટેસ્લા સેલ્ફ-ડ્રાઇવ ઇલેકટ્રીક કાર બનાવે છે અને આ કંપનીમાં ૪૬,૦૦૦ કર્મચારીઓ કામ કરે છે. જો કે કંપનીએ ૪૧૦૦ જેટલા લોકોને કામ પરથી કાઢી મુકયા છે અને તેમના સ્થાને માત્ર કલાકોના ધોરણે કામ કરે એવા આશરે ૪૦૦૦ લોકોને કામ પર રાખ્યા છે. આમ કરવાથી કંપનીને ઘણો ફાયદો થવાનો છે. જોકે કલાકના ધોરણે કામ કરતા કર્મચારીઓને નોકરીમાં એ શરતે રાખવામાં આવે છે કે તેઓ સમયસર કામ પર આવશે. જો તેઓ થોડી મિનિટો પણ મોડા થશે તો તેમને કામ આપવામાં નહીં આવે અને કાઢી મુકવામાં આવશે. ૧૦ મિનિટ મોડા આવનારાની ત્રણ મહિનાની એવરેજ કાઢયા બાદ તેના કામની સમીક્ષા કરીને તેને આગળ કામ આપવું કે નહીં એનો નિર્ણય લેવામાં આવશે.

(3:27 pm IST)