Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

આ ડાયેટથી ૧૦ દિવસમાં ઘટાડી શકશો ૧૦ કિલો વજન

નવી દિલ્હી તા. ૧૬ : શરીરનો વજન જેટલી જલદી ઘટે છે તેટલો જ સમય તેને ઘટાડવામાં લાગે છે. જો ચરબીની ઝડપથી બર્ન કરવી હોય તો તમારી ડાયેટ સંપૂર્ણ રીતે બેલેન્સ હોવી જોઈએ. સંતુલિત આહારનું સેવન કરીને તમે અમુક દિવસોમાં જ સ્લિમ થઈ શકો છો. તેજીથીં વજન ઘટાડવા માંગે છે એમણે પોતાની જંક ફૂડ ખાવાની આદતથીં છૂટકારો મેળવવો પડશે.એટલું જ નહીં તમારી લાઈફસ્ટાઈલ અને ડાયટિંગ પર પણ પૂરું ધ્યાન રાખવું પડશે. જો અહીં બતાવેલ ડાયેટને તમે પૂરી રીતે ૧૦ દિવસ સુધી ફોલો કરશો તો આરામથીં ૧૦ કિલો વજન ઘટાડી શકો છો. આની સાથે જ રોજ ૨૦ મિનિટ સુધી તમારે કોઈ એકસરસાઈઝ કે પછી જોગિંગ પણ કરવી પડશે, જેનાથી તમને તુરંત રિઝલ્ટ મળશે. ત્યારે જો તમે ૧૦ દિવસમાં વજન ઘટાડવા માંગતા હોવ તો અહીં આપેલી ડાયેટ ફોલો કરો.વજન ઘટાડવા માટે શરીરમાંથી ટોકિસન નિકળવાં બહુ જરૂરી હોય છે. આના માટે સવારે સૌથી પહેલાં ઉઠીને ડિટોકસ વોટર કે પછી એક ગ્લાસ ગરમ પાણી પીવું. આવું કરવાથી શરીરમાંથી તેજીથીં કેલરી બર્ન થશે. તમારે એક મહિના સુધી આ પાણી પીવું પડશે.વજન ઘટાડવા માટે એવો નાસ્તો કરવો જે ૨૫૦ કેલરીની અંદર આવતો હોય. આના માટે તમે ઈચ્છા મુજબ આમલેટ, બ્રાઉન બ્રેડ, સ્કિમ મિલ્ટ કે પછી પૌવા જેવા નાસ્તાનું સેવન કરી શકો છો.વજન ઘટાડવા માટે તમારે દર બે કલાકમાં કંઈકને કંઈ ખાતું રહેતું જોઈએ. જેથી જયારે ભૂખ લાગે ત્યારે ગ્રીન ટીની સાથે બિસ્કિટ ખાઈ શકો છો. તમે ઈચ્છો તો ફ્રુટ્સમાં કેળાં, સફરજન, તળબુચ અને સંતરાં પણ ખાઈ શકો છો.બપોરનાં ભોજનમાં ઈન્ટેક કેલરી ૩૦૦થી વધુ ન હોવી જોઈએ. એવામાં તમે લન્ચ દરમિયાન સૂપ, બ્રાઉન રાઈસ, દાળ, માછલી, અડધો કપ સ્ટીમ વેજિટેબલ રાઈસ, મલ્ટીગ્રેન ચપાટીની સાથે કોઈ લીલાં શાકભાજી કે દાળ ખાઈ શકો છો. ઈંડાની સેન્ડવિચ પણ ખાઈ શકો છો. શાકભાજીને ઓછા તેલમાં પકવવાં અને વાઈટ બ્રેડ ન ખાવી.સાંજે જયારે ૬ વાગ્યાની આસપાસ ભયાનક ભૂખ લાગે ત્યારે ફળ, ડ્રાઈ ફ્રૂટ્સ, ગ્રીન ટી, ઉકાળેલાં ઈંડાનો સફેદ ભાગ, સંતરાનું જયૂસ કે પછી ગ્રિલ્લડ વેજ સેન્ડવિચ ખાઈ શકો છો.રાતના સમયે ડિનર હંમેશા હળવું જ જોવું જોઈએ. એવામાં તમે ઉકાળેલ ચિકન બ્રેસ્ટ ખાઈ શકો છો. ૨ મલ્ટિગ્રેન રોટલીની સાથે અડધો કપ ચિકન કરી ખાઈ શકો છો.દિવસભર બાદ જો રાત્રે તમે સોતા પહેલાં ફેટ બર્નિંગ ડ્રિંક લો છો તો આનાથી તમે ઝડપથી વજન ઘટાડી શકશો. (છતાં ડોકટર કે ડાયેરીશ્યનની સલાહથી આગળ વધવું)

(4:19 pm IST)