Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

હર્પીસ થયો હોય એવા દર્દીઓને ઓલ્ઝાઇમર્સ થવાની શકયતા ઓછી

નવી દિલ્હી તા.૧૬: હર્પીસનો ચેપ અને ઓલ્ઝાઇમર્સના રોગ વચ્ચે કોઇ લિન્ક હોવાનું વૈજ્ઞાનિકોનું માનવું છે  અને તેમણે એવું પણ તારણ કાઢ્યું છે કે હર્પીસની ટ્રીટમેન્ટમાં વાઇરસને ખતમ કરવા માટે જે દવાઓ આપવામાં આવે છે એમાં ઓલ્ઝાઇમર્સ જેવા ન્યુરોડીજનરેટિવ રોગનું જોખમ ઘટાડવાની પણ ક્ષમતા હોય છે. તાઇવાનમાં કરવામાં આવેલ એક અભ્યાસમાં હર્પીસના ચેપથી પીડાતા લોકોને એન્ટિ-વાઇરલ્સના ભારે ડોઝ આપવામાં આવ્યા હતા જેના પરિણામે ડિમેન્શિયાના જોખમમાં સરેરાશ ૧૦ ટકાનો ઘટાડો થયો હતો. આ સ્ટડી ૫૦ વર્ષથી ઉપરની વયના આશરે ૮૩૬૨ લોકો પર કરવામાં આવ્યો હતો. હર્પીસ સિમ્પ્લેકસ વાઇરસ (HSV)નો ચેપ માટે ભાગે યુવાન વયે લાગે છે અને પછી એ શરીરની પેરિફરલ નર્વસ સિસ્ટમમાં આજીવન સુષુપ્ત અવસ્થામાં રહે છે.

(3:45 pm IST)