Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

તમારૂ બાળક પણ દૂધ પીવામાં નખરા કરે છે?

જેમ-જેમ બાળકો મોટા થાય છે, તેમ તેના ખાણી-પીણી પણ બદલવા લાગે છે. ખાસ કરીને મોટા થયા બાદ બાળક દૂધથી દૂર ભાગે છે. તે દૂધ ન પીવા માટે કેટલાય પ્રકારના બહાના બનાવે છે. જો તમારા બાળકનું નામ પણ આ લીસ્ટમાં છે તો તમે આ રીતે તેને સરળતાથી દૂધ પીવડાવી શકો છો.

મોટા ભાગના બાળકો એટલે દૂધ પીવાનું પસંદ નથી કરતા કારણ કે તેનો સ્વાદ તેને સારો નથી લાગતો. ત્યારે તમે બાળકને ચોકલેટ અથવા સ્ટ્રોબેરી ફલેવર મિકસ કરી દૂધ પીવડાવો. તેનાથી બાળક સરળતાથી દૂધ પીવા લાગશે.

તે બાળકને દૂધ પીવડાવવાનો સૌથી સરળ ઉપાય છે, બાળક જ્યારે પણ ભૂખ્યુ હોય તો તેને નાસ્તા પહેલા દૂધ પીવા માટે આપો. તેનાથી તે દૂધ પણ પી લેશે. આ ઉપરાંત તમે તેને રમત-રમતમાં દૂધ પીવડાવવાની કોશિશ કરો, તેનાથી તેનું ધ્યાન દૂધમાં પણ નહિં જાય અને તે દૂધ પણ પી લેશે.

દૂધ પીવડાવવા માટે તમે બાળકના ફેવરીટ કાર્ટૂન કેરેકટરવાળા ગ્લાસ લઈ આવો અને તેમાં બાળકને દૂધ આપો. પોતાના ફેવરીટ કાર્ટૂન માટે તે સરળતાથી દૂધ પી લેશે.

(11:58 am IST)