Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ગરદનની કાળાશ દૂર કરે છે દહીં

છોકરીઓ સુંદર દેખાવા માટે પોતાના ચહેરાની સંભાળ લે છે. ચહેરાને સુંદર બનાવવા માટે તે કેટલાય પ્રકારના કોસ્મેટીકસ પ્રોડકટનો પણ ઉપયોગ કરે છે. પરંતુ, તે પોતાની ગરદન તરફ ધ્યાન આપવાનું ભૂલી જ જાય છે. જેના કારણે ગરદનનો રંગ કાળો થઈ જાય છે. કાળી ગરદન તમારી સુંદરતાને ફીકી પાડે છે. ગરદનની આ કાળાશને દૂર કરવા છોકરીઓ કેટલીય ટ્રીટમેન્ટ અને બ્યુટી પ્રોડકટસનો ઉપયોગ કરે છે. છતા ગરદનની કાળાશ દૂર થતી નથી. તો જાણી લો ગરદનની કાળાશ દૂર કરવાના અન્ય ઉપાય.

૧. તમારી ગરદનની કાળાશને દૂર કરવા માટે લેમન બ્લીચનો ઉપયોગ કરો. અડધી ચમચી લીંબુના રસમાં એક ચમચી ગુલાબજળ નાખી વ્યવસ્થિત મિકસ કરો. હવે તેને તમારી ગરદન પર લગાવી આખી રાત રહેવા દો. સવારે ઉઠીને ઠંડા પાણીએ ગરદન સાફ કરી લો. સતત થોડા દિવસ આવુ કરવાથી ગરદનની કાળાશ દૂર થઈ જશે.

૨. મધમાં લીંબુનો રસ નાખી ગરદન પર લગાવો. અડધા કલાક બાદ મસાજ કરતા કરતા ઠંડા પાણીથી ધોઈ લો. તેનાથી તમારી ગરદનમાં જમા થયેલ બધો મેલ દૂર થઈ જશે અને ગરદનની કાળાશ પણ દૂર થઈ જશે.

૩. બેકિંગ સોડામાં થોડુ પાણી મિકસ કરી પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને તમારી ગરદન ઉપર લગાવી ૧૫ મિનીટ રાખો. ત્યારબાદ ઠંડા પાણીથી ગરદન સાફ કરી લો.

૪. એક મોટી ચમચી દહીં લો. હવે તેમાં હળદર મિકસ કરો. અને હળવા હાથે મસાજ કરો. સતત થોડા દિવસ આવુ કરવાથી તમારી ગરદનની કાળાશ દૂર થઈ જશે.

(11:58 am IST)