Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

રપ લાખ લેગો બ્રિકસમાંથી બન્યું વિશ્વનું લાર્જેસ્ટ લેગોશિપ

હોન્ગકોન્ગની કંપનીએ ૧૮ ડેકવાળી ૧.પ૧ લાખ ટન વજનની વર્લ્ડ ડ્રીમ શિપ ક્રૂઝ શિપ લોન્ચ કરવાના પ્રસંગને યાદગાર બનાવવા માટે બાળકોના ફેવરિટ લેગો ટોયમાંથી શિપની લાર્જેસ્ટ રેપ્લિકા તૈયાર કરી છે. આ ક્રૂઝ શિપ બનાવવા માટે લગભગ પચીસ લાખથી વધુ લેગો બ્લોકસ વપરાયા હતા. ૮.૪૪ મીટર લાંબી, ૧.૩૩ મીટર પહોળી અને ૧.પ૩ મીટર ઊંચી ટોય લેગો શિપનું વજન લગભગ ર૮૦૦ કિલો છે. ચીનના ફર્સ્ટ લેગો સર્ટિફાઇડ પ્રોફેશનલ એન્ડ હન્ગના નેતૃત્વ હેઠળ ૧૦૦૦ ક્રૂઝ લાઇન ગેસ્ટ અને આમ જનતાએ મળીને આ શિપ તૈયાર કરી છે. આ શિપ ડ્રીમ લાઇન ક્રૂઝ શિપની હૂબહૂ રેપ્લિકા છે અને વિશ્વની સૌથી લાર્જેસ્ટ લેગોમાંથી બનેલી શિપનો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ એના નામે થયો છે. (૭.૩૩)

(2:42 pm IST)