Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

પાકિસ્તાનમાં ટ્રાન્સજેન્ડર માટેની સૌ પ્રથમ સ્કૂલ શરૂ થઇ

ખાસ ટ્રાન્સજેન્ડર સમુદાય માટે પાકિસ્તાનમાં સ્કુલ ખોલવામાં આવી છે. એકસપ્લોરિંગ ફયુચર ફાઉન્ડેશન નામની સ્વૈચ્છિક સંસ્થાએ રવિવારે 'ધ જેન્ડર ગાર્ડિયન' નામની સ્કૂલનું ઇનોગ્રેશન કર્યું હતું. આ સ્કૂલમાં એડમિશન લેનાર ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકોને તેમની પ્રતિભા અને સ્કિલના આધારે તાલીમ આપવામાં આવશે. ર૦૧૭માં પાકિસ્તાનમાં થયેલી છઠ્ઠી જનસંખ્યા ગણના મુજબ ટ્રાન્સજેન્ડરોની સંખ્યા ૧૦.૪૧૮ હોવાનું બતાવવામાં આવ્યું છે. સ્કુલના માલિક આસિફ શહઝાદનું કહેવું છે કે, અત્યાર સુધીમાં ૩૦ લોકોએ એડ્મિશન માટે નામ લખાવ્યું છે અને મોટા ભાગના ટ્ક્ષ્રાન્સજેન્ડરોએ કોસ્મેટિકસ, ફેશન-ડિઝાઇનિંગ, સિલાઇ અને ભરતકામ જેવી ફેશન ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનો રસ બતાવ્યો છે જયારે કેટલાકે ગ્રાફિક ડિઝાઇનિંગ અને કૂકિંગમાં દિલચસ્પી દાખવી છે.

(2:41 pm IST)