Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

ઓએમજી.....આ વ્યક્તિની આંખના ઓપરેશન સમયે નીકળ્યા આંખમાંથી 20 જીવતા જંતુઓ

નવી દિલ્હી: ચીનમાં 60 વર્ષના એક વ્યક્તિની આંખમાં 20 જીવતા જંતુ મળી આવ્યા છે. આ દર્દીને થોડા દિવસો આંખમાં કંઈક અજીબ લાગતુ હતું, તેને આંખમાં બળતરા થઈ રહી હતી અને દુખાવો થયો હતો. તેના પર એ એવું માનતો રહ્યો કે થાકના કારણે આવું થઈ રહ્યું હશે. આમ કરી તેણે 1 વર્ષનો સમય જવા દીધો. પરંતુ થોડા સમય પહેલા તેને આંખમાં કંઈક અજીબ જણાયું જેના પર તેણે ડોક્ટર પાસે જવાનું નક્કી કર્યું.

            ડોક્ટરે ટેસ્ટમાં સમસ્યા જણાય ત્યારે તેણે સર્જરી કરવા સલાહ આપી. આ શસ્ત્રક્રિયા દરમિયાન જ તેના આંખના પોપચામાંથી જંતુઓ નીકળવા લાગ્યા. વિચિત્ર વાત એ હતી કે આ જીવજંતુ જીવંત હતા, જેને જોઈને ડોકટરો પણ ચોંકી ગયા. આ અંગે જાણવા મળ્યાનુસાર દર્દીની આંખમાં લગભગ 12 મહિનાથી જંતુ થઈ ગયા હતા. જ્યારે દર્દીને આંખોમાં વિચિત્ર લાગ્યું, ત્યારે તે ડોક્ટર પાસે ગયો. ડોક્ટરે આંખની તપાસ દરમિયાન નોંધ્યું કે દર્દીની જમણી પોપચાંની કંઈક જંતુઓ જેવું છે.

(5:07 pm IST)