Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

તુર્કીમાં7.7ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા:18 લોકોના મૃત્યુ:450થી વધુ ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: તુર્કી (Earthquake in Turkey)માં 7ની તીવ્રતાનો ભૂકંપ ત્રાટક્યો. ભૂકંપનું એપી સેન્ટર એજિયન સમુદ્રના પેટાળમાં 16 કિલોમીટર અંદર નોંધાયું હતું. આ ભૂકંપમાં 18 લોકોનાં મોત અને 450 થી વધુ લોકો ઘાયલ થયા હતા. લાખો લોકો આ ભૂકંપથી પ્રભાવિત થયા હતા. તુર્કી ઉપરાંત ગ્રીસમાં પણ ભૂકંપની અસર થઈ હતી. તુર્કી અને ગ્રીકના ટાપુમાં ભૂકંપ ત્રાટક્યો હતો. અમેરિકન જિયોલોજિકલ એજન્સીના કહેવા પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર ગ્રીસના નોન કાર્લોવસિયન શહેરની ઉત્તર-પૂર્વમાં 14 કિલોમીટર દૂર હતું.

       તુર્કીના ઈઝમિર શહેરમાં 20 જેટલી ઈમારતો ધરાશાયી થઈ હતી. જેથી તુરંત બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. સરકારે 38 એમ્બ્યુલન્સ, બે એમ્બ્યુલન્સ હેલિકોપ્ટર્સ અને 35 મેડિકલ રેસ્ક્યૂ ટીમને તૈયાર કરીને બચાવ કામગીરી શરૂ કરાવી હતી. ઈઝમિર શહેરમાં લગભગ 100 જેટલાં લોકોને કાટમાળમાંથી બચાવી લેવાયા હતા.

(5:05 pm IST)