Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

જંગલની સફરમાં નીકળેલ લોકોની સામે અચાનક વાઘ આવી જતા ભયનો માહોલ

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર હાલમાં એક વિડીયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે જેમાં જીપમાં જંગલની સફરે નીકળેલ યાત્રીઓની સામે આચાનક વાઘ આવી ગયો હતો આ વીડિયોને ઈંડિયન ફોરેસ્ટ સર્વિસ ઓફિસર સુશાંત નંદાએ શેર કર્યો છે.

         મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જંગલની સફર કરી રહેલ લોકોની સામે આચાનક વાઘ આવી ગયો હતો અને તે બાજુની સાઇડથી ચાલી નીકળે છે થોડી વાર માટે લોકોના શ્વાસ અટકી ગયા હતા. આ વિડીયો હજુ સુધી ક્યાંનો છે તે જાણવામાં આવી રહ્યું નથી.

(6:10 pm IST)