Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

મસ્તીખોર નવવધૂએ વેડિંગ ડ્રેસ પર પહેર્યો મિનિયન માસ્ક

ન્યુયોર્ક તા ૩૧  : અમેરિકાની મનાતી એક નવવધૂએ લગ્નના મંચ પર મોટો મિનીયન માસ્ક પહેરેલી તસ્વીર સોશ્યલ મીડિયા પર મુકાતાં પશ્ચિમી વિશ્વના અનેક દર્શકોએ ધૃણા કે અરૂચિ અને કેટલાકોએ વખાણ કરતી કોમેન્ટ્સ લખી હતી. હાસ્યાસ્પદ કે વિચીત્ર ગણાતાં પાત્રોના આ ચહેરાના મિનીયન માસ્ક મશહુર છે. કયારેક જુવાનિયાઓની પાર્ટીઓમાં એવા માસ્ક પહેરાય છે. પરંતુ લગ્નમાં આવો માસ્ક પહેરાયાનું કયારેય સાંભળ્યું નથી. વળી નવોઢા જાતે એ માસ્ક પહેરે એવો આ પહેલો પ્રસંગ ગણી શકાય.

 એક ફેસબુક ગ્રુપમાં મુકાયેલી અજાણી મહિલાની તસ્વીરને ૫૦૦ લાઇકસ મળ્યા હતા અને સેંકબડો કોમેન્ટ્સ નોંધાઇ હતી. કોમેન્ટ્સમાં કોઇએ તે મહિલાને ચક્રમ કહી તો કોઇએ એને વિચીત્ર ગુસ્તાખી કહી, કોઇએ તેને બુદ્ધિશાળી અને બિન્દાસ કહી તો કોઇએ ' ખેદજનક ઘટના' કહી છે . એક જણે લખ્યું ' પરણવું મહત્વનું છે' એક ઇન્ટરનેટ યુઝરે એને 'અપવાદરૂપ ઘટના' કહી છે. કોઇએ કહ્યું શરમજનક અને કોઇએ કહ્યું ' વાહ કયા બાત  હૈ'!

(3:22 pm IST)